download file

download file

Saturday 9 April 2016

આર્ટીકલ એ.એન.ધ

An




🔮Indefinite Article ‘A’🔮

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજનથી થતી હોય ત્યારે તેની આગળ ‘a’ article લાગશે.

🍒જેમ કે a book, a student, a car, a house, a tiger etc.

🍓🎍જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો તેની આગળ પણ ‘a’ article લાગશે.

🍒જેમ કે a one dollar note, a European, a uniform, a union, a university, a useful thing, a unit etc.

🍓🎍> ‘a’ article ‘little’ અને ‘few’ સાથે પણ વપરાય છે જે હકાર મતલબ સૂચવે છે.

🍒જેમ કે There is a little water in the bottle you can drink it.

🌷There are a few boys 🌷who can do your work.

🍒>’દરેક’ના સંદર્ભ માં પણ ‘a’ article વપરાય છે.

🌷જેમ કે 50 rupees a kilo, ten times a week, 15 rupees a dozen.

🍓🎍 >‘a’ article ઉદગાર વાક્ય માં પણ વપરાય છે.

🎈જેમ કે What a nice time we have!

🌷How wonderful the Studyingon site is!

🌷What a beautiful you look!

🔮

🎁Indefinite Article ‘An’🎁

🍓🎍> જયારે કોઈ શબ્દની સરૂઆત સ્વર થી થતી હોય ત્યારે તેની આગળ ‘an’ article લાગશે.

🛏જેમ કે an apple, an orange, an umbrella, an elephant  etc.

🍓🎍>જયારે કોઈ શબ્દની સરૂઆત વ્યંજન થી થતી હોય પરુંતુ તેનો ઉચ્ચાર સ્વર થી થતો હોય તો તેની આગળ પણ ‘an’ article લાગશે.

🛏જેમ કે an x-raw machine, an hour, an honest person, an honorable man, an M.P., an SMS, an M.L.A., an L.L.B. etc.

Thursday 24 March 2016

Scientific fact of holy

હોળી નું વૈજ્ઞાનિક મહત્વ

તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન